Posts

રીવાંશી સ્કૂલમાં

આખરે કોવિડનો કેર થોડો ઓછો થયો અને નાના બાળકોની સ્કૂલો શરુ થઇ.  આ વખતે કિરણ અને રીવાંશી નવરાત્રી પહેલાં જ ભરૂચ ગયા હતા અને દિવાળીમાં ૧૫-૨૦ દિવસ હું પણ જઈ આવ્યો (થેન્ક્સ તો વર્ક ફ્રોમ હોમ).  કિરણ અને રીવાંશી આ વખતે પ્રથમ વખત ફ્લાયટમાં એકલા બેંગલોરથી વડોદરા ગયા. ભરૂચથી પાછા આવ્યા પછી ૧૮ નવેમ્બર ૨૦૨૧ એ અમે રીવાંશીની એની સ્કૂલ "Tender Hearts International School" માં મુકવા ગયા.  એમતો એની ઓનલાઈન સ્કૂલ માર્ચમાં જ (૩ માર્ચ ૨૦૨૧) ચાલું કરી દીધેલી. અમને (ખાસ કરીને કિરણને) વધારે ડર હતો કે રીવાંશી સ્કૂલમાં એકલી રહેશે કે નહિ. પણ એને સહેજ પણ વાંધો નથી આવ્યો અને એ રડી પણ નથી. ઇન ફેક્ટ, એ તો ૨-૩ દિવસ પહેલાથી જ ઉત્સુક હતી અને ત્યાં ગયા પછી પણ એને મજા આવી.  પછીના દિવસો પણ એને કઈ તકલીફ નથી પડી અને મજા આવી રહી છે.  એને ત્યાં drawing કરવાની મજા આવે છે, પણ જો મેડમ એને ABC કે 123 લખવાનું કહે તો એને કંટાળો આવે છે.  બીજી ચિંતા એ પણ હતી કે એને ત્યાં English માં મેડમ અને બીજા બાળકો વાતચીત કરે છે એ સમજમાં આવશે કે નહિ ? જો કે મેડમને તો થોડું હિન્દી આવડે છે એટલે તકલીફ નથી.  સ્કૂલ ઘરથી નજીક છે અને એને જવું

મારા વહાલાં બાળકોને - ૪

ડીયર રુદ્રરાજ અને રીવાંશી,  બીલેટેડ હેપ્પી બર્થડે! જોતજોતામાં તમે બંને ૩ વર્ષના થઇ ગયા! કોરોના વાયરસે જે કાળોકેર વર્તાવ્યો છે એ જોતા આ વર્ષે પણ તમારો જન્મદિવસ અલગ અલગ જગ્યાએ ઉજવવો પડશે. જો કે વચ્ચે દિવાળીમાં તમે બંને એ થોડો સમય સાથે વિતાવ્યો.  ચાલો તો હવે તમારી વાતો કરીએ. રુદ્રરાજ : હવે તું ઘણો એક્ટીવ થઇ ગયો છે અને ઘરે બધાંને ઘણી દોડાદોડી કરાવે છે. તને હવે ટેબલ કે બેડ પકડીને ઉભા થતાં પણ આવડી ગયું છે.  તને ઘૂંટણીએ ચાલતા આવડી ગયું છે જેમાં ઘરે બધાને ખુબ ધ્યાન રાખવું પડે તારું. તને ટી.વી જોવું ગમે છે અને તે જોવામાં તું તલ્લીન થઇ જાય છે.  તને એ.સી. વગર ચાલતું નથી. ગરમીમાં રાતે તું સુતો નથી. તારા માટે તરત એ.સી ફિટ કરાવવું પડ્યું કારણકે જી.એન.એફ.સી ટાઉનશીપ જાન્યુઆરીમાં છોડ્યા પછી ગીતાકુન્જમાં તરત એ.સી. નોતું બેસાડ્યું અને ગરમી વધતા તે રાતે જાગવાનું અને જગાડવાનું ચાલું કર્યું'તું.  ફોન પર વિડીયો કૉલ પર તને રીવાંશી અને ઉદિતરાજને જોવા ગમે છે અને એમને જોઇને તું સ્માઈલ આપે છે.    રીવાંશી : તને હવે ઘણું બધું બોલતા આવડી ગયું છે એટલે આખો દિવસ તારી કાલીઘેલી વાતો સાંભળ્યા સિવાય અમારી પાસે છૂટકો નથ

નવાજુની - 14

 ધ્રુવ ભટ્ટની 'ન ઇતિ' વાંચવાની ખરેખર મજા આવી. આજકાલ ધ્રુવ ભટ્ટ મારા પ્રિય લેખક થઇ ગયા છે. એમને લખેલા ગીત પણ સાંભળવાની અને ખાસ તો અનુભવવાની ખુબ મજા આવે છે. યુટ્યુબ પર એમને લખેલા ગીત ઘણા લોકોએ ગાયા છે. ધ્રુવ ભટ્ટનું 'અકૂપાર' પછી 'ન ઇતિ' બીજું પુસ્તક છે જે મેં વાંચ્યું હોય.  હાલમાં બેન કાર્સન નું 'ગીફ્ટેડ હેન્ડ્સ' વાંચી રહ્યો છે. અમેરિકાના ખ્યાતનામ સર્જન પરનું પુસ્તક છે. આ જ નામ પરથી મૂવી પણ છે.  બહાર ઓફીસ સિવાય જવાનું ટાળું છું - આમને આમ ૪ મહિના થઇ ગયા આ કોરોના કેર ને. પણ અકન્દેરે સારું છે કે બધા ઘરમાં રહેવા ટેવાય ગયા છે અને ખાસ તો વગર કારણે બહાર જવું, બહારનું ખાવું-પીવું, વગેરે બધું બંધ થઇ ગયું છે. પૈસાની બચત અને સ્વાસ્થ્ય પણ બહારનું ખાવાનું બંધ થતાં સારું રહે છે.  હા, પણ વજન વધ્યું છે, ખાસ તો પેટ અને એને હવે થોડું ઓછું કરવું જોઈએ એવું લાગી રહ્યું છે. જે કઈ શારીરિક કસરત થાય છે એ બધી ઘર પરની અગાસીમાં જ થાય છે. પણ મજા આવે છે. ઘરે રહેવા અને અગાસી ઉપર રમવા રીવાંશી ટેવાય ગઈ છે પણ ગઈ કાલે થોડી વાર માટે એને નીચે એની સાયકલ પર લઇ ગયો'તો પણ પછી તો એ ઘરે આવા માન

નવાજુની - 13

પેલી કૃષ્ણાયન વાંચીને પછી રાહુલ પંડિતાની 'Our Moon Has Blood Clots' વાંચી. આ પુસ્તકના અમુક કિસ્સાઓ વાંચીને હચમચી જવાયું. કાશ્મીરી પંડિતો સાથે જે કઈ દુર્વ્યવહાર થયો એ ખરેખર શરમજનક છે અને દુઃખદાયી પણ. થોડા વખત પહેલાં મેં આવું જ એક પુસ્તક વાંચેલું - 'Curfewed Nights' જેના લેખક છે બશરત પીર. એ પુસ્તક કાશ્મીરી મુસ્લીમોની જિંદગી પર હતું.  હવે ધ્રુવ ભટ્ટનું પુસ્તક 'ન ઇતિ' વાંચવામાં આવશે.  કોરોના વાયરસ હવે ખુબ નજીક આવી ગયો છે. નજીકના ૧-૨ ઘરો માં અને ઓફીસમાં પણ ૨-૩ જણને લાગુ પડ્યો છે. નસીબજોગે આપણે ખાસ કઈ એમના સંપર્કમાં નથી આવ્યા એટલું સારું છે. 

નવાજુની - 12

કોરોનાનો કેર ધીરે ધીરે હવે બેંગ્લોરમાં પણ વધી રહ્યો છે. શરૂઆત ખુબ જ સારી રહી હતી - ત્યાં સુધી કે બીજા મોટા શહેરો કરતાં અહિયાં દૈનિક આંક ઘણો જ ઓછો હતો. પણ હવે જ્યારથી આ lockdown પૂરું થયું અને unlock 1 ચાલું થયું ત્યારથી તો માઝા મૂકી છે. વરસાદ દર ૧-૨ દિવસી પડી જાય છે અને ઠંડક સારી રહે છે.  પુસ્તકો વાંચવાનું મંથર ગતિએ ચાલે છે - પેલી કૃષ્ણાયન હજી અધુરી છે .  અકૂપાર વાંચ્યા પછી ધ્રુવ ભટ્ટની 'ન ઇતિ' મંગાવવામાં આવી છે જે આજ-કાલ માં આવી જશે.  રીવાંશીને હવે ઘરમાં રહેવાનું અને રમવાનું ફાવી ગયું લાગે છે - બાકી મને બીક હતી કે આટલો બધો વખત એ કઈ રીતે ઘરમાં રહેશે. કિરણનો પણ આભાર માનવો જોઈએ કે એણે રીવાંશીને 'બિઝી' રાખી. આ વર્ષે એને પ્લે સ્કૂમાં મુકવાનો વિચાર હતો પણ હવે આ કોરોનાને કારને એ વિચાર પડતો મુકવામાં આવ્યો છે.  બાકી તો નવું ટેકનીકલ શીખવાની અને ખાસ તો જુનું ભૂલી ન જવાય એના માટે એને ફરી પાછું "રીવાયઝ" કરવાનું ચાલે છે.  અને હા, કોઈ પણ જાતની શારીરિક કસરત નથી થતી કે ખુબ જ ખરાબ કહેવાય. વજન વધ્યું છે. 

નવાજુની - 11

ગઈ નવાજુની પોસ્ટ પ્રમાણે અમીશની "રાવણ" વાંચીને પૂરી કરી. મજા આવી અને ખાસ કરીને એ જાણીને નવાઈ લાગી કે રાવણ જેવા ઘાતકી અને ક્રૂર માણસને પણ પ્રેમ થયેલો અને એ એક તરફી પ્રેમ એને આખી જિંદગી યાદ રહ્યો. સાથે સાથે એનો સંગીત અને વાંચનના શોખ વિષે જાણીને નવાઈ લાગી. પુસ્તકમાં મને કુમ્ભકર્ણનું પાત્ર પણ ગમ્યું - એક માસૂમ બાળક જેવું - નિર્દોષ અને મહદઅંશે ધર્મને પ્રેમ કરનારો. ભલે કદાચ પુસ્તકમાં ઘણી ખરી વાતો કાલ્પનિક હશે, પણ વાંચવાની મજા આવી અને હવે આ રામ ચંદ્ર સીરીઝનો આગળનો ભાગ આવે એની રાહ જોવામાં આવશે. અહિયાં બેંગ્લોરમાં લોકો પોતાના પાળતું પ્રાણીઓ (મહદઅંશે કુતરાઓ) વિષે ઘણા પઝેસીવ જોવા મળ્યા. હજી થોડાક દિવસ પહેલાં જ અમે અહિયાં નજીકમાં જ આંટો મારી રહ્યા હતા ત્યારે રીવાંશીએ એક પાળેલા કુતરાને (એની ભાષામાં ડોગ્ગી ) "હાય" કહેવા ઉભા રહ્યા તો એ બહેન જે કુતરાને લઈને નીકડા હતા એમને એ કુતરાનું કઈક નામ કીધું (રામ જાણે શું નામ હતું - આપણને તો યાદ રહ્યું નથી). પણ એમને જે રીતે એ કુતરાનું નામ લીધું એ જોઇને એવું લાગ્યું જાણે કે એમને વટ્ટથી એમના દીકરાનું નામ લીધું હોય!!! અમને થોડી નવાઈ લાગી - કદ

નવાજુની - 10

ઘણાં સમય પછી પાછી આ નવાજુની વાળી પોસ્ટ આવી. કોરોનાવાયરસ નો કેર હજી ચાલું જ છે. સદભાગ્યે અહિયાં બેંગ્લોરમાં એનો વ્યાપ ઓછો છે.  આ કોરોના-કાળ માં વગર કામનું બહાર જવાનું બંધ થયું હોવાથી વજન વધ્યું હોય એવું લાગે છે. વાંચવાનું ઠીકઠાક ચાલે છે, તે છતાં જોઈએ એવું નહિ. છેલ્લે જણાવ્યા મુજબ "લવ ઈન ધ ટાઈમ ઓફ કૉલેરા - ગેબ્રિઅલ ગાર્સીયા માર્કેઝ" વાંચી અને એ પછી રામ મોરીની "મહોતું" અને ખલીલ ધનતેજવીની "સોગંદનામું" વાંચી. અને હાલમાં અમીશની "રાવણ" વંચાય રહી છે.  બેંગ્લોરમાં ઉનાળા જેવું ખાસ કઈ લાગતું જ નથી. કોઈ વાર બહું ગરમી જેવું લાગે તો સાંજ સુધીમાં તો વરસાદ પડી જાય. હજી ગઈકાલે જ ધોધમાર વરસાદ પડ્યો.  ૩ મહીને આજે વાળ કાપવાનો મેળ પડ્યો.  હજી દસેક દિવસ પહેલાં જ મારા સ્પોર્ટ્સ શૂઝનું એ શૂઝ અને રીવાંશીના સેન્ડલમાં નું એક સેન્ડલ રાત્રે કોઈ કુતરું લઇ ગયું - અને જોવાની વાત એ છે કે એ રાતે જ અમે જમીને બહાર ઉભા હતા ત્યારે રીવાંશીએ નીચે શેરીમાં રહેતા કુતરાઓને ઘણું "હટ હટ" કર્યું હતું. "ઈંટ કા જવાબ પથ્થર સે". એના નવા સેન્ડલનો તો ઓર્ડર આપી દેવામ