કાલે મારું દિલ ધડકે ના ધડકે

તમે કહો તો તમને હીરા-માણેક આપવા છે,
તમે કહો તો તમને ચાંદ-સિતારા આપવા છે,
અરે તમે એક વાર માંગી તો જુઓ !
તમે કહો તો તમને મારા સાત જન્મો આપવા છે.


મારી જેમ તમને ચાહવાની કોઈની ત્રેવડ નથી,
મારી જેમ તમને ખુશ રાખવાની કોઈની ત્રેવડ નથી,
બહુ સહન કર્યા છે નખરા તમારા ખુશી થી,
બાકી મારી જેમ તમારા નખરા સહન કરવાની કોઈની ત્રેવડ નથી.


કંઇક અનોખો નશો છો તમારી આંખો માં,
એટલેજ તો પડ્યો છું હું તમારા પ્રેમ માં,
મરજી મુજબનું મૃત્યુ મળે કે ના મળે,
બાકી મારે તો મરવું છે તમારી બાંહો માં.


એક વાર મને લાગણી થી નિહાળી તો જુઓ,
એક વાર દિલ થી દિલ મિલાવી તો જુઓ,
ઈશ્વર જ બનાવે છે આપણી જોડી ત્યારે,
તમે એક વાર મને પ્રેમ થી સ્વીકારી તો જુઓ.


તમારી આંખો માં મારી તસ્વીર મળે, તો બીજું શું જોઈએ ?
તમારા હોઠ પર મને જોઈ મુસ્કાન ફરકે, તો બીજું શું જોઈએ ?
ઈચ્છાઓ તો અનેક છે માનવી ને આજે,
પણ મને તમારો સાચો પ્રેમ મળે, તો બીજું શું જોઈએ ?


તમારી ઝુલ્ફો થી મારે રમવું છે,
હાથ-માં-હાથ નાખી ને મારે ફરવું છે,
વધુ આગળ લખતા મને આવે છે શરમ,
તમે નજીક આવો તો મારે તમને ચૂમવું છે.


મળવાની ઈચ્છા હોઈ તો આજેજ મળજો, કાલે હું મળું ના મળું,
કઈ કેહવાની ઈચ્છા હોઈ તો આજેજ કેહ્જો, કાલે હું સાંભળું ના સાંભળું,
પ્રેમ નો એકરાર કરવામાં શરમ રાખશો તો પસ્તાશો,
મારા દિલ માં વસવાની ઈચ્છા હોઈ તો આજેજ વસી જજો, કાલે મારું દિલ ધડકે ના ધડકે.


- યશપાલસિંહ જાડેજા

Comments

Post a Comment