Wednesday, December 7, 2016

અંતે પ્રેમ મારોય છે, તમારોય છે.

ગઈ કાલે રાત્રે ઊંઘ નો'તી આવતી. એમ તો ૨-૩ દિવસથી તબિયત નરમ-ગરમ હતી એટલે વધારે ઊંઘ ખરાબ થઇ. સ્હેજ તાવ પણ હતો.

તાવ આવ એટલે મારું મગજ ખુબ વિચાર્યા કરે. એવાજ કંઈક વિચારોમાં ખોવાયેલો હતો અને બાજુંમાં સુતેલી કિરણને આરામથી આરોળતાં જોઈ અને મને નીચેની પંક્તિઓ લખવાની પ્રેરણા મળી.

એમ શાને એકલા આળોટો છો?
આ બિસ્તર મારોય છે, તમારોય છે.

એમ શાને એકલા રડો છો?
હવે આ ગમ મારુંય છે,તમારુંય છે.

નથી રહી મંઝિલ મારા એકલાની,
એમાં પરિશ્રમ મારોય છે, તમારોય છે.

મુશ્કિલ જરૂર છે આ જીવન,
પણ એમાં સાથ મારોય છે, તમારોય છે.

કોઈ વાર રાહ તમે જોજો, કોઈ વાર હું જોઇશ,
આ ઇંતેજાર મારોય છે, તમારોય છે.

ખટપટ, ખટરાગ અને રીસામણા-મનામણા,
અંતે પ્રેમ મારોય છે, તમારોય છે.

- યશપાલસિંહ જાડેજા

મારા વહાલા બાળકોને - ૬ અને ૭

મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...