Just now registered my domain www.yashpaljadeja.com . So now this blog will be available on this domain. Also all the old posts at (www.yashpaljadeja.blogspot.com) will be redirected to this new domain.
It was my school time dream to register a website in my name. Was planning to register it since long back when I started blogging but could never ask for the money to dad. But today somehow I felt the urge to do it. Just 2 days back I helped a friend to purchase domain name with my bank account as his account was not working. So finally purchased the domain name via blogger (in its collaboration with www.godaddy.com). The cost was $10 for 1 year i.e about Rs. 450. The advantage of purchasing a domain name with blogger is that I get a free account of Google Apps wherein I can have 10 user accounts and use different services like Gmail, Google Calendar, Google Sites and Google Docs. So now I can have a email id as xyz@yashpaljadeja.com.
However I have only purchased the domain name and not the hosting service. Hosting is still done by blogger. In future I plan to purchase hosting space and move my blog's platform to the more flexible Wordpress.
હમણા જ મે મારા આ બ્લોગ નું ડોમેઈન નેમ રજીસ્ટર કરાવ્યું. એટલે કે હવે આ બ્લોગ નું એડ્રેસ છે www.yashpaljadeja.com . અગાઉ ની બધી જ પોસ્ટ જે જુના ડોમેઈન www.yashpaljadeja.blogspot.com પર હતી એ બધી હવે આ એડ્રેસ પર રીડાઈરેકટ થશે.
હું નિશાળ માં ભણતો'તો ત્યારનું મારું સપનું હતું કે મારા નામે એક વેબસાઈટ હોય. અને જ્યારથી બ્લોગ લખવાનું ચાલુ કર્યું છે ત્યારથી રોજ એક વાર તો થતું જ કે હું રજીસ્ટર કરાવી લઉં પણ એના માટે પપ્પા પાસે પૈસા માંગવાની કોઈ વાર હિંમત નો'તી થતી. પણ ખબર નહિ આજે અચાનક જ ઈચ્છા થઇ આવી. અને મે પપ્પા ને પૂછ્યા વગર જ આજે મારા બેંક ના ખાતા માંથી ડોમેઈન નેમ ખરીદ્યું. હજું ૨ દિવસ પહેલા જ મે એક ફ્રેન્ડ ને ડોમેઈન નેમ ખરીદવું'તું તો એને મારા ખાતા માંથી ખરીદી આપ્યું'તું કારણ કે એનું ખાતું કોઈક કારણોસર નો'તું ચાલતું. તો પછી આજે મને પણ ઈચ્છા થઇ કે હું પણ ખરીદી લઉં. એટલે પછી www.blogger.com કે જે www.godaddy.com ની સાથે જોડાણ કરીને ૧૦ ડોલર (એટલે કે આશરે રૂ. ૪૫૦) માં દોટ.કોમ વાળું ડોમેઈન નેમ આપતું'તું એ ખરીદી લીધું. બીજો લાભ એ મળ્યો કે મને ગૂગલ એપ્સ ની ફ્રી સર્વિસ મળશે જેમાં હું ૧૦ યુઝર બનાવી શકીશ જીમેલ, ગૂગલ કેલેન્ડર, ગૂગલ સાઈટ્સ અને ગૂગલ ડોક્સ વાપરી શકીશ. અને હવે મારે કે બીજા ૧૦ ઉઝર ને મારી વેબસાઈટ ના નામથી ઇમેલ આઈડી બનાવવું હશે તો બનાવી શકાશે. જેમ કે "ઉઝર નું નામ"@yashpaljadeja.com