Sunday, June 5, 2011

પ્રીત કિયે સુખ હોય

આજે સાંજે હોસ્ટેલ માં એક ફ્રેન્ડ ના રૂમ માં જય વસાવડાના પ્રેમ પર લખેલી લેખોની બૂક "પ્રીત કિયે સુખ હોય" જોઈ અને વાંચવા લાવ્યો અને એના બીજા જ પાને આ મસ્ત મજાની વાત વાંચી જે વિંદા કરંદીકર એ લખેલી છે. બીજી અમુક વાતો અને શાયરીઓ પણ મને ગમી છે જે મેં નીચે ટપકાવી છે.

ખરેખર તો આટલું જ થયું
એણે પાલવ ખેંચ્યો તેણે સાડી કાઢી,
કોઈએ કહ્યું : 'ખેચનારો જ ગુનેગાર'
લોકોએ કહ્યું :'કાઢનારી જ ગુનેગાર'
અમે કહ્યું : 'ગુનો શોધનાર જ ગુનેગાર'
- વિંદા કરંદીકર
===========================================================================
કંકરી પડી જબ નેન મેં, કૈસે આવત ચૈન,
ઉસ નૈનન કા ક્યા હોય, જિસ મેં પડે દો નેન!
===========================================================================
ફક્ત એક જ ટકો કાફી છે મહોબ્બતમાં,
બાકી ના નવ્વાણું ટકા ખર્ચી નાખ હિંમતમાં.
===========================================================================
હાસ્યસમ્રાટ સ્વ. શરદ જોષીએ એકવાર રમૂજમાં બહુ મરમી સત્ય કહ્યું હતું, "આપણું શિક્ષણ જીવનોપયોગી નથી. માનવજીવનમાં પ્રિયપાત્રને લખાતા પ્રેમપત્રનું બહુ અગત્યનું સ્થાન છે. સ્કૂલોમાં એવા સવાલો આપવામાં આવે છે કે ઉનાળું વેકેશન કેમ વિતાવ્યું એ વિષે મિત્ર ને પત્ર લાખો... પણ કોઈ શિક્ષક એવું નથી શીખવાડતો કે પ્રેમિકાને પત્ર કેમ લખાય ! પ્રેમિકાના જવા પછી પોતાના પર શું વીતી - એવો સવાલ કે - તેને પહેલી વાર જોઈ ત્યારે હૃદય માં શું થયું તેના પર લખવા કોઈ કહેતું નથી. જો કે હોશિયાર વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકની મર્યાદા માં બંધાઈને રહેતા નથી. તેઓ અનુભવથી જ્ઞાન વધારતા રહે છે.... ગવર્નમેન્ટ શું કરી રહી છે ? શું એણે ખબર નથી કે ભાષાના વિકાસ માટે પ્રેમપત્રનું માધ્યમ સર્વશ્રેષ્ઠ છે ?"
===========================================================================
છોકરો પ્રેમની શરૂઆતમાં છોકરીને પૂછે છે :
    "ફ્રેન્ડશીપ કરીશું ?"
    અને
છોકરી પ્રેમના અંત માટે પૂછે છે :
    "ફ્રેન્ડશીપ કરીશું ?"
===========================================================================
લવ મેરેજમાં પોતાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન થતા હોય છે...
.... અને અરેન્જડ મેરેજમાં બીજાની ગર્લફ્રેન્ડ સાથે !
===========================================================================
અંગ્રેજીમાં કહેવાય છે, "LOVE has two vowels (o,e), two consonants (l,v) and two idiots !"
મતલબ લવ બે સ્વર, બે વ્યંજન અને બે મૂરખના મિલનથી બને છે !
===========================================================================
એરેન્જડ મેરેજ તો સમજ્યા કે મોટે ભાગે 'પડ્યું પાનું નિભાવી લેવા'ની જ સાયકોલોજીના ઇન્જેક્શન બંને પાત્રો (ખાસ કરીને ભારતમાં છોકરીઓની) બાયોલોજીમાં બચપણથી જ ભોંકવામાં આવે છે. વળી બંને લાઈફ પાર્ટનર પણ અગાઉ જ બિઝનેસ પાર્ટનરશીપની માફક બધી ચર્ચાઓ કરી નાખે છે. ખાનદાનીથી લઈને પાનદાની સુધીનું આગોતરા જામીન જેવું સેટિંગ થઇ ગયા પછી તો ગાડું ન ગબડાવો તો વડીલો ધમકાવ્યા કરે !
===========================================================================
આ લવમેરેજ તો પશ્ચિમની ભેટ છે, આપણી મહાન ભારતીય સંસ્કૃતિમાં શાસ્ત્રોક્ત રીતે એ શોભે નહિ એવું કહેનારાઓ એક નંબરના નપાવટ નઘરોળો છે. એમણે ભારત કે સંસ્કૃતિ અંગે રાઈના દાણા જેટલી પણ સમજ ન હોવાનો આ દેખીતો પુરાવો છે. ભારત ના કયા ભગવાન અપરણિત છે ? અને વળી કોણા લગ્ન અરેન્જડ મેરેજ છે ? રાધા-કૃષ્ણ જવા દો, રુકમણીનું પણ કૃષ્ણે હરણ કરેલું - અને પાર્વતીએ તો વનસાઈડેડ લવને મેરેજમાં ફેરવવા કામદેવને કુરબાન કરી શિવને જીતેલા ! ગીતા સાંભળવા સુપાત્ર અર્જુન, અપ્સરાથી આદિવાસી સુધીની કન્યાઓ અને સ્વયં યોગેશ્વર કૃષ્ણની બહેન સુભદ્રા સાથે પરણેલો. રામ અને સીતા કે વિષ્ણુ અને લક્ષ્મીના તો લવ એટ ફર્સ્ટ સાઈટને તત્કાળ મંજુરીની મહોર મળેલી. દમ્યાન્તીથી દ્રૌપદી સુધીની રાજપુત્રીઓ સ્વયંવર કરી પિતાને નહિ, પણ પોતાને ઇચ્છિત પતિ જાહેરમાં પસંદ કરતી. આપણે આ બધાની પૂજા કરવી છે, પણ એમના આચરણ જેવું આપણા સંતાનો કરે તો ધોકો લઈને તૂટી પડવું છે. ક્યા દંભ હે !
.......................................
......................................
આ લેખ વાંચી જનારાઓ પણ એના શબ્દો કલાકમાં ભૂલી જશે. કઈ પોતાના સંતાનોની ફીલિંગ્સ સમજીને એમના લગ્ન નહી કરાવી દે ! આમાં નવી પેઢી બગાવત ન કરે તો શું કરે ? ચાલબાજીથી ષડયંત્રો રચીને સુખેતી સંસાર ભોગવતાં યુગલોને પણ ખંડિત કરનારા વાયડા વડીલો અહી ઉકરડામાં ભુંડ ઉભરાય એમ ઉભરાય છે.
.....................................
મૂળ પ્રોબ્લેમ પ્રેમમાં નથી. આપણી સડિયલ સિસ્ટમ અને અડીયલ માનસિકતાથી પેઢી દર પેઢી બંધિયાર થતાં જતાં દિમાગોમાં છે.
....................................
બરાબર ઘૂંટીને વાત મગજમાં ઉતારજો. વાત કઈ ચોક્કસ જ્ઞાતિ, રાજ્ય, કોમ, ધર્મ કે નગરની નથી. દરેક ધર્મ કે જ્ઞાતિમાં આ બાબતે બે જ પ્રકાર પાડી શકાય : એક એવી સમજુ લઘુમતી - જે સંતાનોના મુક્ત ઉછેરમાં માને છે. સ્નેહની સરહદ સમજાવટથી આગળ ન હોઈ શકે, એ આચારસંહિતાનો અમલ કરી શુદ્ધ પ્રેમને પોંખે છે. બીજી જડસુ બહુમતી, જે લાલ કપડું જોઈને સાંઢ ભડકે એમ સંતાનોની સ્વતંત્ર પસંદગી કે પ્યારથી ચાર પગે ઠેકડા મારે છે. યેનકેન પ્રકારે એનું રિમોટ કંટ્રોલ પોતાના હાથમાં રાખી દમ લે છે. સમાજના ઘણા કહેવાતાં આધુનિક, પ્રગતિશીલ કે શિક્ષિત લોકો આ બીજા બબુચક વર્ગમાં આવે છે.
મૂળ આખી વાતનું મૂળ બાળકોને મકાન કે ઢોરઢાંખર કે ઘરેણાંની જેમ 'મિલકત'  સમજવાની મમ્મી-પપ્પાઓની દિમાગી બીમારીમાં છે. પોતાના આનંદ, સંતોષ કે ઈચ્છા ખાતર પેદા કરેલા બાળકોને ઉછેરવામાં એમણે આપેલા 'ભોગ'ની દાસ્તાનો નકામી છે - કારણ કે, સંતાનો એમના આમંત્રણ-પ્રયત્ન પછી જ અવતરે છે. જો નિ:સ્વાર્થભાવે ભોગ ન આપવો હોય, તો નિ:સંતાન રહેવું જ બહેતર ! ખેર, કુટુંબના નામે એક સોનેરી જેલ ઉભી થતી જાય છે. મોજમજા કરવાની, હરવા ફરવા ભણવાનું.... પણ કારકિર્દી કે જીવનસાથીની પસંદગીની વાત આવે ત્યાં માં-બાપ ના અધૂરા ઓરતા પુરા કરવા માટે જોતરાઈ જવાનું !
.......................................
પુખ્તવયની વ્યક્તિને ભૂલો કરવાનો પણ અધિકાર છે અને લવમેરેજમાં નુકસાન થાય તો પણ પોતાનું જ થવાનું છે. બીજાનું નહી ! ભૂલ કરશે, તો ભોગવશે.... સાહસ કરશે, તો ભોગ મેળવશે ! ......... સંતાનો અવળે રસ્તે ભટકી ગયેલા લાગે, તો એમાં મમ્મી-પપ્પાની કશી જવાબદારી જ નહી ? એમની સારા-ખરાબની પરખ ન ઘડાઈ હોય, એ આવેશમાં તણાઈ જતાં હોય, એમણે મોટા થયા પછી પણ નીતિ નિયમોમાં બાંધી રાખવા પડતા હોય.... તો એનો અર્થ એ કે એનું મમ્મી-પપ્પાએ યોગ્ય ઘડતર નથી કર્યું. ઉછેરનો પાયો ક્યાંક કાચો છે.
પણ આ બધી ચર્ચા વ્યર્થ છે. કારણ કે, મોટા ભાગના પૂજ્ય વડીલો કઈ સામેના પાત્રને જોઈ જાણીને એનો વિરોધ નથી કરતા. એ લોકો તો નવી પેઢીની પસંદગી પાછળનાં કારણો સમજવાની કોશિશ પણ નથી કરતા. એ લોકો તો સામેના પાત્રને જોયા વિના જ સૈદ્ધાંતિક રીતે જ તરત 'લવ મેરેજ'નિ ખિલાફ ખદા થઇ જાય છે.
.....................................
મામલો ભાગ્યે જ સંતાનના હિત કે શ્રેષ્ઠતાની કસોટીનો હોય છે. મુદ્દો હોય છે 'ઇગો પ્રોબેલ્મ' ! અમને જોયા વગર, અમને પૂછ્યા વગર તમારે જાતે તમારા લગ્નનો નિર્ણય લેવાય જ કેમ ? તમે તો અમારું રમકડું છો. તમે સ્વતંત્ર વિચાર ધરાવી જ કેમ શકો ?  પાછું આપણે ત્યાં યુવાવર્ગ પણ હૈયું ચલાવે એટલા હાથ ચલાવતો નથી. મતલબ, આર્થિક રીતે ભાગ્યે જ પગભર હોય છે. એટલે સમૃદ્ધિ કે સુરક્ષિતતા માટે મા-બાપનિ ગુલામી સ્વીકાર્યા વિના છુટકો જ નથી હોતો.
...................................
અરેન્જડ મેરેજની તો આખી કુપ્રથા જ રજવાડી સોદાબાજીમાથી આવી છે. બાકી કુદરત તો મેટિંગ કોલની મિટિંગમા જ માને છે. લોકો માને છે કે લવમેરેજ રિસ્કી છે. તો શું રસ્તા પરના તમામ અકસ્માતો રોકવાનું તમારા હાથમાં છે ? તમે ત્રિકાળજ્ઞાની છો ? એરેન્જડ મેરેજ સફળ આપણી સમાજ વ્યવસ્થાને લીધે થાય છે. એમ સાહચર્ય પછી પ્રેમ પ્રગટે તો પ્રગટે. આ તો 'કલ્તીવેટેડ લવ' થયો. પ્રેમનું કઈ ફેક્ટરી પ્રોડક્શન ન થાય. ઈટ્સ સ્પાર્ક, ઈટ્સ મેજીક મોમેન્ટ ! એરેન્જડ મેરેજ માં અનુબંધ હોય, અનુરાગ ન હોય.... ખરી પ્રક્રિયા પ્રેમમાં તપાયા પછી પાકા બનીને લગ્ન કરવાની છે, જો પ્રેમ વહેમ નહી હોય તો લગ્ન માટે આવશ્યક કમીટમેન્ટ, વફાદારી અને એડજસ્ટમેંટની રીસ્પોન્સીબીલીટી આપોઆપ આવી જશે. જો એ ભ્રમ હશે, તો પરપોટા જાતે ફોદ્યાનો આત્મસંતોષ મળશે.

મારા વહાલા બાળકોને - ૬ અને ૭

મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...