Thursday, June 9, 2011

મારા મરણ પછી After I Die

અત્યારે ખૂબ જ ભૂખ લાગી છે. બપોરે જામ્યો'તો અને પછી ૪ વાગે ચા પીધી'તી. હવે ઓનલાઈન છાપા વાચ્યા અને હવે બ્લોગ માં લખવા બેઠો છું.

હું મૃત્યુ ને બહુ સહજ ગણું છું. કોઈનું મૃત્યુ થાય તો દુઃખ જરૂર થાય પણ એ છતાં મને એના વિષે વિચારવાનું ગમે છે. એવું નથી કહેતો કે મને મૃત્યુ નો ડર નથી લાગતો. ડર જરૂર લાગે છે, પણ હા એના વિષે વિચારવામાં મને ડર નથી લાગતો. મારા દાદી અને દાદા સ્વર્ગે સિધાવ્યા ત્યારે મે મરણ પછી થતી બધી વિધિઓ જોઈ છે. એ પછી મને વિચાર આવ્યો કે મારા મરણ પછી મારા સગા-વહાલાઓએ શું કરવું અને શું ના કરવું. અને એનું લીસ્ટ મે અહિયાં બનાવ્યું છે.

મારા મરણ પછી -
  • આંખો અને શરીરનું મેડીકલ હોસ્પિટલ માં દાન કરવું.
  • કોઈએ જોર જોર થી રડવું નહિ. બની સકે ત્યાં સુધી રડવાનું ટાળવું. હસતા મોઢે વિદાય આપો એ તો સહુ થી સરસ કહેવાય.
  • કોઈએ કાળા/ભૂરા/સફેદ રંગ ના કપડા પહેરવા નહિ.
  • શોક પાળવો નહિ, એક દિવસ પણ નહિ. રાબેતા મુજબનું જ જીવન જીવવું.
  • શાંત રહેવું.
  • ખરખરો કરવાં કોઈએ આવવું નહિ. એનાથી ઘર ના સભ્યો વધારે અસ્વસ્થ થાય છે કારણ કે જેટલી વાર લોકો આવે, એટલી વાર રડવું પડે. કોઈને આવવુ જ હોઈ તો બેસણા ને દિવસે આવી ને એજ દિવસે નીકળી જવું. વધારે કોઈએ રોકાવું નહિ.

Feeling too hungry. Had lunch in the afternoon and had tea at 4pm. Just read online newspapers and then decided to write something in blog.

Want to write about death. One feels unhappy when someone near and dear to him dies. I believe that death is innate i.e. natural, inborn. I don't say that I have no fear of death. I do have fear of death, but don't have fear of thinking about it. I have watched the rituals that took place when my grandparents passed away. After that I decided what should my near and dear ones do after I die. Here's the list.

After I die -

  • Donate my eyes and body in hospital.
  • Don't cry loudly. As far as possible, don't cry. What's better than to give a happy good-bye to the departed soul.
  • No one should wear black/blue/white coloured clothes.
  • Don't grieve, not even a day should be spent in grievance. Live life normally.
  • Keep quiet.
  • No one should come and meet. That increases the sadness in the family members. Even if you need to come, come on the day of besnaa and leave as soon as possible.

મારા વહાલા બાળકોને - ૬ અને ૭

મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...