ગાજર નો હલવો

આજે C.I (Computational Intelligence) ની practical exam પછી હું અને
વિમલ canteen માં નાસ્તો કરવા ગયા'તા. થોડી વાર પછી આદેશ અને શ્રીકાંત પણ
ત્યાં આવ્યા. શ્રીકાંતે એની bag માંથી એક ડબ્બો કાઢ્યો. એમાં એ હલવો
લાવ્યો હતો, અમારા બધા માટે. પણ બીજા બધા લોકો હજું પણ lab માં જ હતા
એટલે પછી મેં અને વિમલે મસ્ત મજાનો ગાજર નો હલવો ઝાપટવાનું શરુ કર્યું.
હલવો શ્રીકાંતની fiancee એ એના માટે મોકલાવેલો (શ્રીકાંત ના કેહવા
પ્રમાણે એમને ૩-૪ કલ્લાક ની મેહનત થી બનાવેલો - શ્રીકાંત તો ના પડતો'તો
પણ ભાભી ના આગ્રહને વશ થઇ ને એને accept કરવો પડ્યો. હલવો બહુજ મસ્ત
બન્યો'તો. શ્રીકાંત તું ભાભી ને કેહ્જે કે હું બહું વખાણ કરતો'તો.) ઘણો
બધો હલવો ખાઈ ને પછી શ્રીકાંતે કીધેલું કે થોડો રવિ માટે રાખજો કારણ કે એ
થોડી વાર માં lab માં થી બહાર આવેજ છે અને એને ચાખવાનો બાકી છે. એટલે પછી
મારે અને વિમલે બહુજ control રાખીને ડબ્બો બંધ કરી દેવો પડ્યો. બીજા boys
નું નસીબ નો'તું હલવો ખાવાનું. वो कहते हे ना, "दाने दाने पे लिखा हे
खाने वाले का नाम". એજ રીતે "हलवे हलवे पे लिखा हे चखने वाले का नाम :-)"
Thank you Shrikant.

Comments

Post a Comment