Sunday, August 1, 2010

Friendship Day

આજે Friendship Day ના દિવસે રમેશ પારેખની આ રચના સવારમાં ગુજરાત સમાચાર ની રવિપૂર્તિ માં જ્ય વસાવડાના લેખમાં વાંચી. સરસ છે.

મારા ચાર - પાંચ મિત્રો છે એવા... કેવા?
આમ લુચ્ચા પણ ચુંબનની ઢગલી જેવા!
મારા ઉંબરાની રંગોળી માટે
એ પોતાની આંગળીઓ સૂકવે
મારી જીવલેણ છાતીને
આકાશો, વરસાદો, દરિયાઓ ચૂકવે
મારી મૂછના રખોપિયાં છે એવા... કેવા?
આમ લીલાછમ, આમ સાવ જેવાતેવા...

- રમેશ પારેખ

જ્યારે રીવાંશીએ મને નેઈલ પોલિશ કરી દીધી

હું નીચે સૂઈને આરામ કરતો હતો ત્યારે મારું ધ્યાન નો'તું અને રીવાંશીએ મારા પગ ના અંગુઠા પર નેઈલ પોલિશ કરી દીધી.  અને પછી જોરથી હસતા બોલી: ...