Thursday, August 6, 2009

તમારી ગેરહાજરી માં - ચૈતન્ય મારુ

તમારી ગેરહાજરી માં તમારી હાજરી ની નોંધ લેવાય છે,
તમે નથી, તો પણ,હવે, તમારા નામ ના ગીતો ગવાય છે.
હાજર હો અને તમારો ઉલ્લેખ થાય, એ સ્વાભાવિક છે,
અહીં તો, તમારી ગેરહાજરી વિષે કવિતા ઓ લખાય છે.

હાજર હો તો, તમે પણ "ઘણા બધા" માં ગણાઇ જાવ,
ગેરહાજરી ને કારણે,હવે, તમારી કિંમત સમજાય છે.

તમે હાજર હો તો, ઘણી વાર યાદ પણ ના આવો,
ગેરહાજરી ને કારણે,૧૦૮ મણકાઓ બની જવાય છે.

-ચૈતન્ય મારુ.

મારા વહાલા બાળકોને - ૬ અને ૭

મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...