વરસાદ આયવો....અને મારું દિલ નાચી રહ્યું છે...

વરસાદ આયવો...... અને એ પણ મસ્ત પવન સાથે. જાણે વાવાઝોડું આયવું હોય. મને તો બહુ મજા આવે છે. સરસ મજાની માટી ની સુગંધ આવે છે. વીજળી ગડગડાટ કરે છે. હવે લાગે છે કે ધરતી ને ઠંડક મળશે. અને મારા મન ને પણ. અત્યારે આ લખી રહ્યો છું ત્યારે બહાર બારી માંથી વરસાદ નો અવાજ આવી રહ્યો છે. અને મારું દિલ નાચી રહ્યું છે. ચાલો તો હું હવે લખવા નું બંધ કરીને ને બહાર ઓશરી માં વરસાદ જોવા જાઉં છું. વરસાદ માં પલળવાનું મન થાય છે, પણ અત્યારે નહિ, પછી ક્યારેક.

Comments