ઈચ્છાઓ

हज़ारों ख़्वाहिशें ऐसी कि हर ख़्वाहिश पे दम निक‌ले
बहुत निक‌ले मेरे अर‌मान लेकिन फिर भी कम निक‌ले
– ग़ालिब

મરતાં પેહલાં પૂરી કરવાં જેવી મારી ઇચ્છાઓ ની યાદી. આ યાદી દાસ્વીદાનીયા પછી બનાવવાનું વિચાર્યું અને આવું જ એક પાનું કાર્તિક મિસ્ત્રી ના બ્લોગ પર જોયેલું એટલે મેં પણ મુક્યું. (નોંધ - નીચેની યાદીઓ મારા બજેટ પ્રમાણે, યાને કે પોસાય તેવી અને વાસ્તવિક છે. બાકી આપણી ઈચ્છા તો પક્ષી ની જેમ, વિમાન માં બેસ્યા વગર ઉડવાની પણ છે. ;-) )
 • મારા મહાન દેશ ભારત ના બધાજ રાજ્યો જોવા.
 • એક પુસ્તક લખવું – હજુ નક્કી નથી કર્યું કે એ પુસ્તક કયા પ્રકાર નું હશે, નાની વાર્તાઓ નો સંગ્રહ હશે કે નવલકથા, વગેરે.
 • દુનિયા ની સાત અજાયબીઓ જોવી.
 • એક એવા દવાખાના માં દાન કરવું જ્યાં ગરીબ, નાના બાળકોની સારવાર મફત અથવા તો ખુબજ સસ્તા ભાવે થતી હોય.
 • પિયાનો વગાડતા શીખવું – હાલ માં તો મને એકજ હાથે વગાડતા આવડે છે, પણ મારે બંને હાથે, એક કુશળ પિયાનો વાદક ની જેમ શીખવું છે. વાંસળી વગાડતા પણ શીખવું.
 • નાનપણ થી અંગ્રેજી માધ્યમ માં ભણ્યો હોવા છતાં મને મારી માતૃભાષા ગુજરાતી ખુબજ ગમે છે. પણ આજકાલ લોકો ને અંગ્રેજી નું ખુબજ ઘેલું લાગ્યું છે જે મને નથી ગમતું. અંગ્રેજી જરૂરી છે, ખુબજ જરૂરી છે, પણ અંગ્રેજી ના ભોગે આપણે આપણી માતૃભાષા ભૂલી જઈએ અથવા તો એની અવગણના કરીએ એ મને નથી ગમતું. ગુજરાતી ને જીવાડવા માટે હું મારાથી બનતા બધાજ પ્રયત્નો કરીશ.
 • સાપ પકડતા શીખવું.
 • કચ્છ (ગુજરાત), રાજસ્થાન, પંજાબ અને કાશ્મીર જઈને ભારત-પાકિસ્તાન ની બોર્ડર જોવાની ઈચ્છા છે. 
 • મનહર ઉધાસ ના ગઝલ અને સાઈ ભજન ના કાર્યક્રમ માં જવું.
 • મારી આંખો અર્પણ કરવી છે. આ પોસ્ટ વાંચો
 • મારું શરીર પણ કોઈ મેડીકલ કોલેજ ને અર્પણ કરવું છે. આ પોસ્ટ વાંચો
 • આંખો અને શરીર અર્પણ કરવા માટેનું ફોર્મ મેળવીને, ભરીને સુપરત કરવું.  આ પોસ્ટ વાંચો
 • રોલેક્ષ ઘડિયાળ લેવી. કોઈને ઈચ્છા થાય તો ગીફ્ટ આપી શકે છે અથવા તો મારે ખરીદવી પડશે.

મારા વહાલા બાળકોને - ૬ અને ૭

મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...