UVPCE ના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન પછી ગઈ કાલે SVMIT, ભરૂચ ના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલનમાં જઈને આવ્યો. ઘણી મજા પડી. વિગતવાર પોસ્ટ મારા અંગ્રેજી બ્લોગ પર છે.
▼
Monday, January 19, 2015
Sunday, January 11, 2015
નવાજુની - 5
- ગઈકાલે નવી આવેલ મૂવી 'તેવર' જોવામાં આવી. 'તેવર' પોતાના તેવર બતાવવામાં નિષ્ફળ રહી. ઘણી લાંબી ફિલ્મ હતી. થાક લાગે એટલી લાંબી. જૂની વાર્તા જેવી હતી. મનોજ બાજપાઈની એક્ટિંગ સારી હતી. બાકી ચીલા-ચાલુ ફિલ્મ.
- હાલ નવું ઘર શોધવાનું ચાલું છે.
- વાઈબ્રન્ટ ગુજરાત સમિત - 2015 આજ થી શરું થયું. એને લીધે ઘણાં રોડ બંધ કરવામાં આવ્યા છે. સરવાળે આમ-આદમી ને પરેશાની.
Monday, January 5, 2015
સાયન્સસીટી અને કાંકરિયા તળાવ
ગઈકાલે સવારે સાયન્સસીટી ની મુલાકાત લીધી. જે ઘણાં વખતથી બાકી હતી. અને બપોર પછી કાંકરિયા. કિરણ, હું, યશદીપ અને પ્રદીપ હતા એટલે મજા પડી.
Thursday, January 1, 2015
હેપ્પી ન્યુ યર
મારા વાહલાં બ્લોગ વાચકોને હેપ્પી ન્યુ યર. આજે નવા વર્ષની ખુબ જ સુંદર શરુઆત થઇ છે. સવારે થોડા વહેલાં ઉઠીને કસરત કરી. જલ્દી થાક પણ લાગી ગયો. પણ સરવાળે મજા આવી. સાંજે કૉલેજ પરથી આવ્યા બાદ હું અને કિરણ સેક્ટર 1 માં આવેલા ગાયત્રી મંદિર ગયા અને ત્યાંના શાંત, પવિત્ર વાતાવરણનો આનંદ માણ્યો. એ પછી બાજુ માં આવેલા મહાદેવના મંદિરે ગયા અને ત્યાં આરતી ચાલુ થઇ. ઘણાં દિવસે કોઈ મંદિરમાં આરતીમાં હાજરી આપી. સારું લાગ્યું.
મંદિરેથી પાછાં આવતા વરસાદના થોડા છાંટા પડ્યા. વાતાવરણ વધારે ઠંડુ થયું.
એકંદરે ખુબજ સારી શરૂઆત થઇ નવા વર્ષની. આશા રાખું છું કે દરેક દિવસ વધુને વધુ બહેતર થાય.
મંદિરેથી પાછાં આવતા વરસાદના થોડા છાંટા પડ્યા. વાતાવરણ વધારે ઠંડુ થયું.
એકંદરે ખુબજ સારી શરૂઆત થઇ નવા વર્ષની. આશા રાખું છું કે દરેક દિવસ વધુને વધુ બહેતર થાય.