Sunday, July 31, 2016

હાથેથી લખવું

વર્ષો પહેલાં જયારે સ્કુલ-કૉલેજમાં હતો ત્યારે હોમવર્ક કરવાનો ભારે કંટાળો આવતો. ખાસ તો એટલા માટે કે હોમવર્ક લખીને કરવું પડતું.

પણ હવે એ દિવસો યાદ આવે છે.

હવે હાથેથી લખવાનું નહિવત થયું છે. પણ હજું મારા હાથ ઘણીવાર લખવા માટે તલપાપડ થાય છે અને મને એ જુના દિવસો યાદ આવે છે.

કોમ્પ્યુટર્સ આવી જતા બધું લખવાનું કોમ્પ્યુટરના કીબોર્ડ પર જ થતું હોવાથી હાથેથી લખવાની પ્રેક્ટિસ છૂટી ગઈ છે.

હમણાં થોડા દિવસો પહેલાં કમ્પનીમાં ટ્રેનિંગ હતી. ટ્રેનિંગને અંતે અમારે એક લેખિત પરીક્ષા આપવાની હતી. ઘણા વર્ષો પછી આ રીતે પરીક્ષા આપી. લખવું ઘણું હતું, પણ અફસોસ, પ્રેક્ટિસ ન હોવાથી વારે ઘડીયે હાથ દુઃખી જતો હતો. અને ઘણી વાર એવું પણ બન્યું કે મગજના વિચારો અને હાથ ના લખાણ વચ્ચે જે સિન્ક્રોનાઇઝેશન હોવું જોઈએ એમાં હાથ પાછળ રહી જતો હતો.

સ્કૂલ-કોલેજના હોમવર્કને બાદ કરતાં મને પેનથી પેપર પર લખવાનું ગમતું. મને મજા આવતી મારા વિચારોને પેપર પાર ઉતારવાની. મારી ઘણી બધી કવિતાઓ અને જૂની બ્લોગ પોસ્ટ્સ મેં હાથ વડે લખીને પછી જ કોમ્પ્યુટર પર ઉતારી છે. પણ હવે બહુ ઓછું લખાય છે.

પેન-પેપર થી લખવાનો બીજો ખાસ ફાયદો એ થાય છે કે તમે ઓછા ડિસ્ટર્બ થાવ છો અને તમારા મગજમાં ચાલતા વિચારો તમે જલ્દી કાગળ પર ઉતારી શકો છો.

હવે નક્કી કર્યું છે કે દિવસમાં એકાદ પાનું તો હાથેથી લખવું.

Tuesday, July 19, 2016

પોતાની અંદરના ગુરુને જગાડો

આજે ગુરુ-પૂર્ણિમા છે. આજને દિવસે આપણે આપણા ગુરુઓને વંદન કરી એમના આશીર્વાદ લઈએ  છીએ.

પણ આપણે એ પણ ભૂલી જઈએ છીએ કે આપણી અંદર પણ એક ગુરુ છે. જે હર ઘડી આપણી સાથે જ હોઈ છે અને આપણને માર્ગદર્શિત કરે છે. એ ગુરુ આપણી બધી જ ખામીઓ અને ખૂબીઓ જાણે છે અને એ મુજબ આપણને પથ પણ બતાવે છે.

તકલીફ એક જ છે કે આપણે એ ગુરુ નું સાંભળતા નથી અથવા તો આપણે એમને સાંભળવાનું જ બંધ કરી દીધું છે. 

ગુરુ શબ્દ સંસ્કૃતના બે શબ્દ થી બનેલો છે: 'ગુ' નું અર્થ અંધકાર કે અજ્ઞાનતા થાય. અને 'રુ' નો અર્થ (અંધકાર) દૂર કરનાર થાય. અર્થાત ગુરુ આપણને અંધકાર માંથી દૂર કરીને અજવાળા તરફ લઈ જનારા છે.

હું એ ગુરુની વાત કરું છું જે આપણી અંદર છે.

આપણે બાહ્ય વિશ્વમાં એટલા ઓતપ્રોત છીએ કે આપણને આ ગુરુની વાતો કે એમનું માર્ગદર્શન સંભળાતું જ નથી. અને એટલે જ આપણને આપણા જીવનમાં છીછરાપણું લાગે છે.

ભારતીય પરંપરા મુજબ આપણે આપણા ગુરુનું કહેલું માણીયે છીએ અને એમના જ્ઞાનને માણીયે છીએ. એમાં કોઈ શંકા નથી કરતા. એજ મુજબ આપણે આપણી અંદર રહેલા ગુરુને પણ સાંભળવા જોઈએ અને એ મુજબ વર્તવું જોઈએ.

 સ્વ-વિકાસ અને મનની શાંતિ માટે આ ખૂબ જ જરૂરી છે. 

એટલે આપણે બધાએ આપણી અંદરના ગુરુ ને સાંભળવા પડશે.

કેટલીક ટિપ્સ :
  1.  એકાંત: માણસને એકાંત મળે તો જ એ એના અંતરાત્માના અવાજ ને સાંભળી શકે. અવાજ અને બીજી ધમાલથી આપણે  રહીશું એટલા જ આપણે આપણા ગુરુને સાંભળી શકીશું.
  2. મોબાઈલ બંધ: આપણને ડિસ્ટર્બ કરવામાં અને આપણને ખલેલ પહોંચાડવામાં મોબાઈલ પહેલા ક્રમે આવે છે. મારા અંગ્રેજી બ્લોગ પર આ વિશેની પોસ્ટ વાંચો - Disconnect to Connect 
  3. લાખો: તમને પજવતા પ્રોબ્લેમ્સ વિશે લખવાથી આપણા મગજમાં ચાલતા વિચારો વધારે ક્લીઅર થાય છે અને પછી આપણને એ પ્રોબ્લેમ્સ સોલ્વ કરવા માટે ના નવા વિચારો આવે છે.
  4. ધ્યાન: ધ્યાનમાં બેસવાથી આપણું માં શાંત થાય છે અને સરવાળે આપણે આપણા પ્રોબ્લેમ્સ પર વધારે સારી રીતે કોન્સનટ્રેટ કરી શકીયે છીએ.
હેપ્પી ગુરુ પૂર્ણિમા.
 

 

Friday, July 15, 2016

લર્નિંગ લાઇફલોંગ છે

હમણાં ઓફિસમાં 5 દિવસની ટ્રેનિંગ હતી. ઘણું શીખવા મળ્યું અને ખાસ તો મને ટ્રેનરની એક વાત ખાસ ગમી. એ રોજ લર્નિંગ - નવું શીખવાની પર વધુ ધ્યાન કેન્દ્રિત કરતા હતા.

અમને શીખવવા એ રોજ નવી નવી વિચારવાલાયક કસરત કરાવતા. અને પછી અમારી ભૂલો અને સારી બાબતો અમને જણાવતા.

રોજ નવું શીખવાની અને શીખવવાની એમની ટેકનીક મને ગમી.

મને અમુક વાર નવું શીખવાની બીક લાગતી હતી કારણ કે એ આપણા કમ્ફર્ટ ઝોન થી બહાર હોઈ. પણ હવે નક્કી કર્યું કે શીખવાથી ગભરાવું નહીં અને રોજ નવું શીખતાં રેહવું.

લીઓનાર્ડો દા વિન્સી નું એક સરસ સૂત્ર છે : Learning never exhausts the mind.

નવું શીખવાથી મગજ ને કોઈ દિવસ થાક નથી લાગતો. ઉલ્ટું એ વધારે તાજગી અનુભવે છે.

Tuesday, July 12, 2016

ટામેટા 80 રૂપિયે કિલો

1 કિલો ટામેટા થેલીમાં લઈને તમે શાક માર્કેટમાંથી નીકળો એટલો લોકોની નજર થેલી પર એવી રહે જાણે 1 કિલો સોનું લઈને તમે નીકળા હો !!! સારું છે ટામેટા બેન્ક લોકરમાં મુકવા નથી જવું પડતું. ‪#‎મોંઘવારી‬

મારા વહાલાં બાળકોને - ૫

મારા વાહલા બાળકો, બીલેટેડ હેપ્પી બર્થડે! આ પોસ્ટ તમને ઘણા વખત પહેલાં લખવાની હતી પણ, સમય નો અભાવ અને ખાસ કરીને આળસને લીધે આ પોસ્ટ રહી જ જતી હ...