Tuesday, June 28, 2016

yashpaljadeja.com ના 5 વર્ષ

 આજથી 5 વર્ષ પહેલાં મેં www.yashpaljadeja.com ડોમેઈન ખરીદેલું .

મને બરાબર યાદ છે એ દિવસ. હોસ્ટેલમાં એક મિત્રએ મને ડોમેઈન નેમ ખરીદવા કીધેલું જેથી કરીને ગૂગલે એડસેન્સ નું એપ્રુવલ તરત મળે. (એ પહેલાં પણ મેં એડસેન્સ માટે પ્રયત્ન કરેલો પણ કાયમ રિજેક્ટ થતું હતું)

એટલે મેં આ ડોમેઈન ખરીદ્યું અને એડસેન્સ પણ તરત અપ્રુવ થઈ હતી.

નોંધ - બ્લોગ તો ઘણા વખત થી લખતો હતો, પણ ડોમેઈન આજથી 5 વર્ષ પહેલાં ખરીદેલું. એ પહેલાં આ બ્લોગ નું એડ્રેસ હતું - www.yashpaljadeja.blogspot.com 

નવાજુની - 7

આજે મને જાણવા મળ્યું કે મારી સાથે નોકરી કરતા આલાપ મેહતા ના ફુવા એટલે 'પ્રિયજન' નવલકથાના લેખક શ્રી વિનેશ અંતાણી.

વાત એમ હતી કે રાકેશએ એવું કીધું કે હું કવિતાઓ લખું છું. એટલે જુહીએ પૂછ્યું કે ક્યાં છે તમારી કવિતાઓ ?

એટલે મેં આ બ્લોગની વાત કરી. અને એ બધાં (આલાપ, જુહી, નીરવ) આ બ્લોગ ખોલીને બેસી ગયા અને મારી કવિતાઓ વાંચવા લાગ્યા.

એ સમયે આલાપે કીધું કે મારા ફુવા વિનેશ અંતાણી પણ લખે છે. એ જાણીને મને સુખદ આશ્ચર્ય થયું અને મેં આલાપને કહ્યું કે જો શક્ય હોઈ તો મને એમની સાથે મુલાકાત કરાવી આપે.

મેં સહુથી પહેલા વિનેશ અંતાણીને દિવ્યભાસ્કરની રવિપૂર્તિમાં વાંચેલા. અને મને એ લેખમાં એક નવો શબ્દ જાણવા મળેલો એ મને હજી યાદ છે. શબ્દ હતો 'માલીપા'. માલીપા શબ્દનો નજીકનો અર્થ થાય - within.

એ પછીમે એમની લેખન યાત્રા વિશે "લખવું એટલે કે..."માં વાંચી.

અને ત્યારબાદ 'પ્રિયજન' નવલકથામાં. પ્રિયજન મને ખૂબ જ ગમેલી.

મને લેખકો-કવિઓને મળવાનું ગમે છે. કારણ કે મળીને મને પણ લખવાની પ્રેરણા મળે છે.

જોઈએ હવે વિનેશ સાહેબને ક્યારે મળાય છે.

Tuesday, June 7, 2016

નવા મોબાઈલ ફોન્સનો મોહ હવે રહ્યો નથી

મોબાઈલ ક્રાંતિ અને સસ્તાં સ્માર્ટ ફોન્સની ઉપલબ્ધતાને લીધે મોબાઈલ ફોન્સમાં નવા-નવા ફીચર્સને જોવા-જાણવાની ઉત્સુકતા આજથી 10 વર્ષ પહેલાં હતી તે નથી રહી.

વાત એમ છે કે ગઈ કાલે કિરણનો નવો ફોન - રેડ્મી નોટ 3 ઘરે આવી ગયો. અને કિરણે તરત જુના ફોનમાંથી સીમ કાઢીને નવા ફોનમાં નાખી દીધો અને ફોન જાને વર્ષોથી એ વાપરતી હોઈ એમ વાપરવા લાગી.

એટલે મને આ વિચાર આવ્યો કે આજથી 10 વર્ષ પહેલાં જયારે આપણે નવો ફોન લેતા ત્યારે સૌપ્રથમ તો આપણે એનું મેન્યુઅલ ધ્યાનપૂર્વક વાંચતા અને પછી જ મોબાઈલ ને હાથ લગાડતાં.

એમાં કોઈ શંકા નથી કે બધાં ફોન્સમાં એક સરખા જ ફીચર્સ હોઈ, પણ એક આમ-આદમી માટે હવે એવા ખાસ કોઈ ફીચર્સ નથી કે નવા ફોનનો પહેલાં જેટલો મોહ રહે. જેમ કે એન્ડ્રોઇડ વાળા ફોન્સ 5000 થી લઈને 50,000 સુધીના મળે છે. ફરક ફક્ત હાર્ડવેરને લગતો હોઈ છે - સોફ્ટવેરના એકાદ-બે અપડેટ્સ બાદ કરતાં. 

Monday, June 6, 2016

આપણા જીવનની કરુણાંતિકા

મૃત્યુ એ જીવનની કરુણાંતિકા નથી, પણ જીવતે જીવ આપણે જે આપણા માંહ્યલાને (આત્માને) મારીએ છીએ એ છે. - નોર્મન કઝીન્સ
રોબીન શર્માના પુસ્તક "Who Will Cry When You Die" ના પહેલાં પૃષ્ઠ પર આ સુંદર વાક્ય વાંચ્યું.

મેં આ પુસ્તક પહેલાં પણ વાંચેલું છે - કદાચ કોઈ લાઇબ્રરીમાંથી લઈને અથવા તો કોઈ મિત્રના અંગત કલેક્શન માંથી. અને ત્યારે જ નક્કી કરેલું કે આ પુસ્તક હું વસાવીસ. 4-5 દિવસ પહેલાં એમેઝોન પર આ પુસ્તક ખુબ જ સારા ડિસ્કાઉંટ સાથે મળતું હતું એટલે ખરીદી લીધું જે આજે ઘરે આવ્યું.

આ એવું પુસ્તક છે જે કોઈ પણ માણસ ગમે ત્યારે અને ગમે તે સમયે વાંચી શકે છે અને એમાં દરેકને કઈ ને કઈ ઉપયોગી વાંચવા લાયક, વિચારવા લાયક અને એમના જીવનમાં અમલ કરવા લાયક મળશે.

દાખલા તરીકે, લેખક પહેલાં પાઠમાં આપણને આપણી ખૂબીઓ અને શોખ જાણવા કહે છે અને આપણને આપના મકસદ વિચારવા કહે છે.  વિજ્ઞાન અને ટેકનોલોજી ના વિકાસ દ્વારા આપણે માયલો દૂર રહેતાં આપણા મિત્રો ને તરત કૉલ કરીને વાત કરી શકીએ છીએ પણ આપણને આપણી જાત સાથે વાત કરવાનો સમય નથી મળતો. આપને ભૂલી જઈએ છીએ કે આપણા જીવનનો હેતું શું છે અને આપણું દિલ શું કહે છે ? અને એટલે જ પછી આપણને ફૂટબોલની જેમ જીવન ઉછાળે છે અને આપણે ઉછળતા રહીએ છીએ.

ટૂંકમાં એક અદભુત પુસ્તક જે તમને જિંદગી જીવતા શીખવે.

મારા વહાલાં બાળકોને - ૫

મારા વાહલા બાળકો, બીલેટેડ હેપ્પી બર્થડે! આ પોસ્ટ તમને ઘણા વખત પહેલાં લખવાની હતી પણ, સમય નો અભાવ અને ખાસ કરીને આળસને લીધે આ પોસ્ટ રહી જ જતી હ...