Tuesday, May 13, 2014

કૉપી બિલાડીઓ થી સાવધાન

હમણાં જ હું મારી લખેલી અમુક કવિતાઓ અને બ્લોગ પોસ્ટ્સ (જે મેં આ બ્લોગ પર મુકેલી) ને ગૂગલમાં સર્ચ કરતો હતો - જે થી ખબર પડે કે કૉપી-બિલાડીઓ/બિલાડાઓ "copycats" કોણ કોણ છે. અને મેં જોયું કે મારી લખેલી ઘણી પોસ્ટ્સ અને ખાસ તો કવિતાઓ કોઈ પણ જાતના reference આપ્યા વગર કૉપી થઇ છે.

મેં લખેલી કવિતાઓ સૌથી વધુ કૉપી થયેલ છે. અમુક જાણીતી વેબસાઈટ્સ/બ્લોગ્સ એ પણ કોઈ પણ જાત ની તપાસ કર્યા વગર કે ક્રેડીટ આપ્યા વગર મારી કવિતાઓ કૉપી કરી છે. એ સાઈટ્સનું નામ નથી આપતો અને આ વાત ને પોઝીટીવલી લઈને હું મારી જાતને બિરદાવું છું કે મારા જેવા મોબાઈલ કવિ (કારણ કે હું મારી ઘણી ખરી કવિતાઓ સ્ફુરે ત્યારે મોબાઈલમાં જ લખું છું) ને લોકો નો આટલો પ્રેમ મળ્યો.

પણ જે લોકો નિયમિત પણે કવિતા કે વાર્તા જેવું કંઈક creative લખે છે, એમને આવી કૉપી બિલાડીઓ થી ચેતવું જોઈએ. બાકી એ દિવસ દૂર નથી કે જ્યારે તમારી જ કવિતા કે વાર્તા કે પછી for that matter, anything of your own, લોકો તમને જ સંભળાવી જાય.

આવી સાહિત્યિક ચોરી માટે અંગ્રેજીમાં એક સરસ શબ્દ છે : Plagiarism

P.S. : આ Plagiarism ની પોસ્ટ પણ કૉપી થાય તો નવાઈ નહિ ;-)

મારા વહાલા બાળકોને - ૬ અને ૭

મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...