Wednesday, December 22, 2010

ખારી ચા, મા-બાપ ને ભૂલશો નહિ અને PIPO

ખારી ચા :-

આજે કોલેજમાં principal સાહેબ (શ્રી વી.કે.પાંડે), જે અમને CNS subject
ભણાવે છે, એમનો લેક્ચર હતો. એમને વાત વાત માં એક નવી recipe try કરવાની
કીધી. એમને કીધું કે ચા માં ખાંડ ને બદલે મીઠું નાખી ને પીવી, રોજ નહિ તો
અઠવાડિયા માં એક વાર. આવી ચા પીવાથી ગુસ્સો નો આવે. ભલે સાહેબ, એક વાર
અખતરો કરી જોઇશ.

મા-બાપ ને ભૂલશો નહિ :-

આજે સાહેબે બીજી પણ એક સરસ વાત કીધી જેનો સારાંશ એ હતો કે તમારા મા-બાપ
ને ભૂલશો નહિ અને મા-બાપ એકલા નહિ તમારા ઘર માં જે પણ કોઈ મોટા હોઈ,
દાદા-દાદી વગેરે એ બધાને ભૂલશો નહિ, અવગણશો નહિ કારણ કે એક વાર એ
દુનિયામાંથી વિદાય થશે પછી કોઈ તમને ટોકશે નહિ કે સારા-ખોટા નું ભાન નહિ
કરાવે. એમને એમની વાત કરી કે એ જયારે બી.ટેક અને એમ.ટેક માં ભણતા'તા
ત્યારે એ એમના દાદા સાથે રેહતા હતા કારણ કે એમના પપ્પા ની જોબ બીજા કોઈ
શેહેર માં હતી. એમના દાદા એમને રોજ બધું પૂછ્યા કરતા જેમ કે - જામ્યો કે
નહિ ?, ભણવાનું કેવું ચાલે છે ?, વગેરે વગેરે, અને ઘણી વાર મારતા પણ ખરા.
પણ જ્યારે એમની વિદાય થઇ ત્યારે સાહેબ ને એમના દાદા ની ખુબ યાદ આવી. અને
આ વાત ને લઈને એમને અમને પણ સલાહ આપી કે તમારે પણ તમારા વડીલો ને ભૂલવા
ના જોઈએ, અવગણવા ના જોઈએ કારણ કે એક વાર એ જતા રેહશે પછી તમને પ્રેમ થી
પૂછવા વાળું કોઈ નહિ હોઈ કે "બેટા, આજે ગમ્યો કે નહિ ?"

આ પેહલા પણ સાહેબે એક વાર લેક્ચર માં કીધું'તું કે જો તમારે સાક્ષાત
ભગવાન જોવા હોઈ, તો એ તમારા મા-બાપ છે.

એકદમ સાચું કીધું સાહેબ. વાત યાદ રાખવા જેવી છે.


PIPO :-

PIPO એટલે કે Positive In Positive Out.

Principal સાહેબે આજે ભણાવતા ભણાવતા એક બીજી સરસ term aapi, જે છે PIPO.
સાહેબ ભણાવતા હતા ત્યારે એમને technical terms MIMO (Multiple In
Multiple Out) અને GIGO (Garbage In Garbage Out) ની વાત કરીતી અને સાથે
સાથે આ PIPO નામની નવી term પણ કીધી. મને યાદ રહી ગઈ એટલે અહિયા લખી.
PIPO નું opposite થાય NINO (Negative In Negative Out). ;-)

મારા વહાલાં બાળકોને - ૫

મારા વાહલા બાળકો, બીલેટેડ હેપ્પી બર્થડે! આ પોસ્ટ તમને ઘણા વખત પહેલાં લખવાની હતી પણ, સમય નો અભાવ અને ખાસ કરીને આળસને લીધે આ પોસ્ટ રહી જ જતી હ...